લાઇફ કેર ટ્રસ્ટનો દ્રષ્ટિકોણ
ગરીબી રેખા નીચે આવતા તથા સામાન્ય આર્થિક પરીસ્થિતિ ધરાવતા વ્યક્તિઓને
આરોગ્યલક્ષી સેવાઓ અને તે માટે જરૂરી આર્થિક મદદ પૂરી પાડવામાં આવે છે.
લાઇફ કેર ટ્રસ્ટના ૭ વર્ષ ની કાર્યસૂચિ
લાઇફ કેર ટ્રસ્ટે સાત વર્ષ દરમ્યાન આરોગ્યલક્ષી કુલ ૮૮ કેમ્પ નું આયોજન કરેલ હતું. આ કેમ્પમાં ૪૮૦૦ જેટલા વ્યક્તિઓએ લાભ લીધેલ હતો. જેમાં બી.પી., ડાયાબીટીસ, હ્રદયરોગની તપાસ, બ્લડ કેમ્પ, હાઇકાંની તપાસ, પેટ-આંતરડાના, સ્ત્રીરોગ, મગજના રોગો, વિગેરેના કેમ્પ કરી નિષ્ણાત ર્ડાકટરશ્રીઓ ધ્વારા સલાહ સૂચન આપવામાં આવ્યું હતું.
- ગરીબી રેખા નીચે આવતા ૧૬ જેટલા દર્દીઓને આર્થિક રીતે મદદ આપવામાં આવી.
- લાઇફ કેર ટ્રસ્ટ ના સાતમા વર્ષમાં મંગલપ્રવેશ નિમિત્તે દર મહિનાના છેલ્લા રવિવારે કેમ્પનુ આયોજન કરવામાં આવે છે.
- જરૂરી ભંડોળ એકઠું થયા બાદ બીમાર વ્યકિતઓની હોસ્પિટલ બીલમાં મદદ કરવી.
- મુખ્ય ઉદ્દેશ ઉપરાંત ટ્રસ્ટ દ્વારા લોકોના સહયોગથી મદદ કરી માનવમાત્રને મદદરૂપ થવું.
- ઘરડાં ઘર તથા સ્કૂલોમાં જરૂરી લક્ષી કેમ્પનું આયોજન.